ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી કોઈ પણ કૉલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ
મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS ) પોર્ટલની રચના કરવામાં આવેલ છે.
જે અંતર્ગત કોઈ પણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે માત્ર https://gcas.gujgov.edu.in
(GCASપોર્ટલ) ઉપર જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
સૌ પ્રથમ https://gcas.gujgov.edu.inપર વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર
અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઇમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ
નંબર પર મોકલવામાં આવશે.